News Continuous Bureau | Mumbai
દિલ્હીમાં(delhi) દારૂ કૌભાંડ(Liquor scandal) મામલે કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઈએ(CBI) નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) મનિષ સિસોદિયા(Manish Sisodia) સહિત ૧૪ લોકો વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (Lookout Circular) બહાર પાડ્યો છે. નોટિસ મુજબ સિસોદિયાના વિદેશ જવા ઉપર પણ રોક લાગી છે. આ નોટિસમાં એ આરોપીઓના નામ છે જેમના વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે.
ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ(press conference) કરી હતી જેમાં પોતાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં થઈ રહેલા મોટા કામો પર બ્રેક લગાવવા માંગે છે. આથી બની શકે કે ૨-૩ દિવસમાં મારી ધરપકડ કરાય. આ બધા વચ્ચે સીબીઆઈએ સિસોદિયા સહિત ૧૪ લોકો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે. આ નોટિસ સિસોદિયા માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. કારણ કે હવે તેઓ દેશ છોડીને બહાર જઈ શકશે નહીં. જાે તેમણે આમ કરવાની કોશિશ કરી તો અટકાયત થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન