ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,15 એપ્રિલ 2021.
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં આજથી સખ્ત પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં કોરોના દર્દીઓના પરિવારજનો રેમડેસીવીર ઈન્જેકશન માટે શેરીઓમાં ઉતરી આવ્યા હતા.
મહારાષ્ટ્રના પુના શહેરમાં આજે સવારે કોરોના દર્દીઓના સબંધીઓ રેમડેસીવીર ઈન્જેકશનના અછતના મુદ્દે કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. પરિણામે વહીવટીતંત્ર તેની પકડ ગુમાવી ચૂક્યું છે.શહેરમાં દર્દીઓના પરિવારજનો ને કલાકોના કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ઈન્જેકશન મળતાં નથી.આથી રોષે ભરાયેલા સંબંધીઓ રસ્તા પર આવી ગયા અને વહેલી સવારે જિલ્લા અધિકારી ના ઓફિસ પરિસરમાં ભેગા થઇ ગયા.
નિયમ ભંગ કરશો તો થશે કડક કાર્યવાહી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોલીસ વિભાગ સાથે વાત કરી.
જોકે અચાનક હંગામો થતાં પોલીસની ઊંઘ ઉડી ગયી હતી. તુરંત બંડગાર્ડન પોલીસ અને વરિષ્ઠ પોલીસ અહીં દોડી આવ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હવે જિલ્લા પ્રશાસનનો સંપર્ક શરૂ કરી દીધો છે. કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે આ નાગરિકો સાથે વાત કરે તે માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.