ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
સરકાર સાથેની સમજૂતી બાદ ખેડૂતોનું આંદોલન ખતમ થઈ ચૂક્યું હોય, પરંતુ દિલ્હીને અડીને આવેલ બોર્ડરને ટ્રાફિક માટે સંપૂર્ણ ખોલવામાં સમય લાગી શકે છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું કે દિલ્હી અને ગાઝિયાબાદને જોડતી ગાઝીપુર બોર્ડર અને નેશનલ હાઈવે 44 પરની સિંઘુ બોર્ડરને ફરી શરૂ કરવામાં હજુ થોડા દિવસો લાગશે.
જાન્યુઆરીમાં જ ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવશે. આનું કારણ એ છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે કેટલાક પાક્કા બેરિકોડ લગાવ્યા હતા.
હવે તેને હટાવવા અને પછી સંપૂર્ણ નિરીક્ષણ બાદ બોર્ડર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.
