News Continuous Bureau | Mumbai
Fight video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આમાંથી ઘણા વીડિયો પ્રાણીઓના છે. આ વીડિયો જોઈને ક્યારેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે તો ક્યારેક દિલ જીતી લે છે. આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે લેબ્રાડોર શ્વાનો એ સિંહોનો હિંમતભેર સામનો કરીને હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
Fight video : જુઓ વિડીયો
I hope the guard knew what was outside!#Gir #Amreli pic.twitter.com/mjOaR0rf65
— Rohit Vats (@nawabjha) August 14, 2024
Fight video : બે લેબ્રાડોર શ્વાનોએ હિંમતભેર સાવજ નો સામનો કર્યો
ગીર જંગલના થોરડી ગામમાં આ ઘટના બની હતી જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, અચાનક રાતના અંધારામાં બે સાવજ આવી ચડે છે, અને તેમાં વારફરતી બંને સાવજો વાડીમાં ઘુસવાનો પ્રયાસ કરે છે, અને વારંવાર વાડીના લોખંડના ગેટ પર પંજા મારીને તેને હચમચાવી મુકે છે. ત્યારે ગેટ ઉપર અંદર વાડીમાં ફરતા વાડી માલિકના બે લેબ્રાડોર તેનો સામનો કરે છે. બને શ્વાનના પ્રતિકાર સામે ઘણીવાર પ્રયાસ કરીને બને સિંહ આખરે ત્યાંથી ચાલતી પકડી જંગલ તરફ જતા રહે છે. સિંહના નીકળી ગયા પછી એક લેબ્રાડોર ગેટ માંથી બહાર નીકળીને રોડ ઉપર સિંહો જતા રહ્યાની ખાતરી કરી ફરીથી અંદર વાડીમાં આવી જાય છે, ત્યારે જ અચાનક વાડીના ચોકીદાર જે લાઈટ લઈને આવે છે, અને લોખંડનો ગેટ બરોબર બંધ કરીને જતો રહે છે. સદનસીબે ગેટ લોક હતો નહિતર સિંહો બંને શ્વાનને ફાડી ખાત તે ચોક્કસ છે.
આ સમાચાર પણ વાંચો: Patna Airport Video: એરપોર્ટનું રનવે બન્યું યુદ્ધ મેદાન, સાપ અને નોળીયા વચ્ચે ભયંકર લડાઈ, કોણે કોને મ્હાત આપી? જુઓ આ વીડિયોમાં..
શિકારની શોધમાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં
મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અવારનવાર સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે. થોરડી ગામમાં આવી ચડેલા આ બે સિંહોનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)