ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ, 2021
સોમવાર
દેશના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે કઈ રીતે પાણીના પ્રવાહમાં ગાડીઓ તણાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ જ્યારે અહીં પાણીનો પ્રવાહ તેજ થયો ત્યારે પાસે વહેતું નાળું પણ ભરાઈ ગયું હતું. પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પણ પાણીમાં વહેવા લાગી હતી.
થલાઇવા રજનીકાંતના વાઘા વીંટાઈ ગયા, રાજકારણ ને હાથ તાળી આપીને માર્યો યુ-ટર્ન ; જાણો વિગતે
મહત્વપૂર્ણ છે કે ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતાં નુકસાન થયું હતું. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં પણ વાદળ ફાટતાં કેટલાક ગામને નુકસાન થયું હતું. બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશી વીજળી પડતાં 60થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું, અનેક ગાડીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ; જુઓ વીડિયો#HimachalPradesh #cloudburst #rain #heavyrain #vehicle #flood pic.twitter.com/Crpo450F9x
— news continuous (@NewsContinuous) July 12, 2021