ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં જે વિસ્તારમાં કાયમી રીતે ચોમાસામાં પૂરનાં પાણી ભરાવાની સમસ્યા રહી છે એ વિસ્તારમાં હવે રસ્તા પર પૂરનાં પાણી ભરાય નહીં એ મુજબના રસ્તા બાંધવાની જાહેરાત કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કરી છે.
ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે
રાજ્યના સતારા, સાંગલી અને કોલ્હાપુરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરની સમસ્યા કાયમી રહી છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં રહેલા રસ્તા – નૅશનલ હાઈવેની ઊંચાઈ વધારવામાં આવવાની છે. જેથી કરીને પર પૂરનાં પાણી ભરાઈને વાહનવ્યવહાર માટે રસ્તા બંધ થાય નહીં. ખાસ કરીને પૂરનાં પાણીને કારણે નૅશનલ હાઈવે ટ્રાફિક માટે બંધ થાય નહીં માટે નૅશનલ હાઈવેના બાંધકામમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નીતિન ગડકરીએ કહ્યું હતું.
