ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
29 જુલાઈ 2020
ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો છે. હવે લોકો પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બન્યા છે એવા સમયે 'ઈકો ફ્રેન્ડલી' ગણેશ પર્વ મનાવવા માટે સરકાર અને ગુજરાત ગૌસેવા આયોગ પણ અપીલ કરી રહ્યું છે..
અમદાવાદના સાણંદ નજીક આવેલા ગામે 'મહાકાલ ગૌશાળા' દ્વારા આ વર્ષે ગાયના છાણમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. રોજગારી વધે, પર્યાવરની રક્ષા થાય, ગૌધન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, તેવા શુભ હેતુ સાથે છેલ્લા બે વર્ષથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહયાં છે. ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં 125 જેટલી ગણેશજીની આકર્ષક પ્રતિમા તૈયાર થઈ ચુકી છે.
ગૌશાળા ના સેવાદારે જણાવ્યું કે, "અમે 10 ગૌ પ્રેમીઓ ભેગા મળી છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે.. જેમાં ગામની 8 જેટલી બહેનો પણ સહભાગી બની છે. આ મૂર્તિને કલર કરવા માટે પણ વિશેષ ધ્યાન આપી પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઈકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કર્યો છે."
આ મૂર્તિઓને ભક્તજનો પ્રસ્થાપિત કરી ઘરમાં જ વિસર્જિત કરી શકશે. વિસર્જન બાદ વધેલા અવશેષોનો ઓર્ગેનિક ખાતર તરીકે ઘરમાં મુકેલા ફૂલછોડના કૂંડામાં નાંખી ઉપયોગ કરી શકશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com