ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુન 2020
મંગળવારે મુંબઈમાં અને રાજ્યમાં પણ મૃત્યુદરમાં મોટો ઘટાળો જોવા મળ્યો હતો – મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા રોગચાળા ના 100 મા દિવસે – કેસોની દૈનિક વૃદ્ધિના સંદર્ભમાં ઘણી રાહત જોવા મળી હતી. એક મહિનામાં પહેલીવાર મુંબઈમાં એક દિવસમાં 1000 થી ઓછા કેસ નોંધાયા છે.
નાગરિક સેવાના અધિકારીઓએ દાવો કર્યો છે કે કેસની વૃદ્ધિ 2.5 % જેટલી નીચે આવી ગઈ છે. મંગળવારે, શહેરમાં 935 કેસ નોંધાયા હતાં, જેની સાથે જ કુલ મૃત્યુઆંક 3,165 પર પહોંચી ગયો છે, દૈનિક મોતની બાબતમાં પણ શહેરમાં પાછલા દિવસોની સરખામણીએ નજીવો ઘટાડો જરૂર જોવા મળ્યો હતો. જેમાં 97 લોકોનાં મોત થયાં હતાં.
ધારાવી માંથી મંગળવારે 21 નવા દર્દીઓ નોંધાયા હતા. હવે જેની કુલ ગણતરી 2,089 પર પહોંચી ગઈ છે. જોકે, આ વિસ્તારમાંથી કોઈ નવા મોતના સમાચાર મળ્યા નથી. થાણેમાં 4 મોત નોંધાયા છે, શહેરની સંખ્યામાં આમ 112 તાજા કેસો નવા જોડાયા હોવા છતા તેઓની સંખ્યા 167 પર પહોંચી છે.….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com