Site icon

ગોધરાકાંડ શાળા સુધી પહોચ્યું.  સીબીએસઈની પરીક્ષામાં ગોધરાકાંડનો પ્રશ્ન પુછાયો. હવે લેવાશે આ પગલું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

સીબીએસઈની ધો.૧૨ની સોશિયોલોજી વિષયની પરીક્ષામાં એમસીક્યુનો એક પ્રશ્ન એવો પુછવામા આવ્યો હતો કે ૨૦૦૨માં હિન્દુ-મુસ્લીમ રમખામણો  સમયે ગુજરાતમાં કઈ પાર્ટીનું શાસન હતું ? આ પ્રશ્નમાં કોંગ્રેસ ,ભાજપ, ડેમોક્રેટિક કે રિપબ્લિકન સહિતના ચાર વિકલ્પો પણ આપવામા આવ્યા હતા. ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ-રમખાણોની ઘટના કઈ પાર્ટીના શાસનમાં થયા તે અંગેનો કોર્સને અનુરૂપ પ્રશ્ન ન હોવાને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. આ બાબત સીબીએસઈના ધ્યાને પણ આવી હતી અને સીબીએસઈ ભૂલ થઈ હોવાનુ સ્વીકાર્યુ હતુ અને આ પરીક્ષામાં પેપર સેટ કરનાર જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાની ખાત્રી પણ આપી હતી. સીબીએસઈના પેપર સેટર માટેની ગાઈડલાઈન મુજબ પ્રશ્ન સંપૂર્ણપણે શૈક્ષણિક આધાર પરનો હોવોનો જાેઈએ અને કોઈ પણ ધર્મ કે જાતિ આધારિત કે કોઈ સમાજને સ્પર્શતો ન હોવો જાેઈએ.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હાલ ધો.૧૨ની ટર્મ-૧ની એક્ઝામ ચાલી રહી છે.જેમાં આજે સોશિયલોજી વિષયની પરીક્ષામાં એમસીક્યુના પ્રશ્નોમાં ગોધરાકાંડ અંગેનો એક પ્રશ્નો પુછાયો હતો.જેને લઈને ભારે વિવાદ ઉભો થયો છે અને આ બાબતે સીબીએસઈએ પણ ભૂલ સ્વીકારતા જવાબદાર સામે પગલા લેવાની ખાત્રી આપી છે.

'મિર્ઝાપુર' વેબસિરિઝમાં કામ કરનારા આ જાણીતા અભિનેતાનું થયું નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ; ફેન્સ લાગ્યો આંચકો
 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version