News Continuous Bureau | Mumbai
હાલ વારાણસીના(Varanasi) જ્ઞાનવ્યાપી મસ્જિદનો(Gyanvyapi Masjid) વિવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને આ પ્રકરણ કોર્ટમાં છે ત્યારે ઐતિહાસિક કુતુબ મિનારને(historic Qutub Minar) લઈને ભૂતપૂર્વ ASI અધિકારીએ (ASI officer) ચોંકાવનારો દાવો કર્યો છે, તેનાથી ખળભળાટ મચી ગયો છે. તો હિંદુવાદી સંગઠનોને(Hindutva organizations) વધુ એક મુદ્દો મળી ગયો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના(Archaeological Survey of India) ભૂતપૂર્વ અધિકારીએ દાવો કર્યો છે કે કુતુબ મિનારનું નિર્માણ રાજા વિક્રમાદિત્ય દ્વારા પાંચમી સદીમાં સૂર્યની નિહાળવા માટે કરવામાં આવ્યું હતું.
સ્મારકોને લઈને વિવાદ ઉગ્ર બનતાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના ભૂતપૂર્વ રિજનલ ડાયરેક્ટર(Regional Director) ધરમવીર શર્માએ(Dharamveer Sharma) હવે દાવો કર્યો છે કે કુતુબ મિનારનું નિર્માણ રાજા વિક્રમાદિત્ય(Raja Vikramaditya) દ્વારા સૂર્યની દિશાનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યું હતું, કુતુબ અલ-દિન ઐબકે(qutb al-din aibak) નહીં તેનું બાંધકામ કર્યું નહોતું.
"તે કુતુબ મિનાર નથી પરંતુ સૂર્ય ટાવર (વેધશાળા ટાવર) છે. તેનું નિર્માણ 5મી સદીમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવ્યું હતું, કુતુબ અલ-દિન ઐબકે નહીં. મારી પાસે આ અંગે ઘણા પુરાવા છે," એવો દાવો પણ ASI અધિકારીએ કર્યો છે. તેમના કહેવા મુજબ તેમણે ઘણી વખત કુતુબ મિનારનો સર્વે કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં ઔરંગઝેબ લેન બોર્ડ પર લાગ્યું બાબા વિશ્વનાથ નામનું બોર્ડ, પછી થયું કંઈક આવું… જાણો વિગતે
"કુતુબ મિનારના ટાવરમાં 25 ઇંચનો ઝુકાવ છે. તેનું કારણ એ છે કે તે સૂર્યને નિહાળવા માટે બનાવવામાં આવ્યું હતું. તેથી, જેને કુતુબ મિનાર કહેવામાં આવે છે તે એક સ્વતંત્ર માળખું છે અને તેની નજીકની મસ્જિદ સાથે કોઈ સંબંધિત નથી. એટલે કે રાત્રિના આકાશમાં ધ્રુવ તારો જોવા માટે કુતુબમિનારનો દરવાજો પણ ઉત્તર તરફ છે.