મહારાષ્ટ્રમાં બંગાળ મોનિટર લિઝાર્ડ પર થયો બળાત્કાર.. 4ની ધરપકડ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ (STR)માં અત્યંત આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં 'બંગાળ મોનિટર લિઝાર્ડ' (Bengal Monitor Lizard) સાથે કથિત રીતે બળાત્કાર કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આ ઘટના રત્નાગીરી(Ratnagiri) જિલ્લાના ગોથાણે ગામમાં બની હતી. વન અધિકારીના કહેવા મુજબ રિઝર્વ અંતર્ગત આવતા ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાનમાં (National Park) ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ આરોપીઓ સામે 31 માર્ચે એફઆઈઆર(FIR) નોંધવામાં આવી હતી, ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો  : મમતા બેનર્જીની જીભ લપસી ગઈ. ગર્ભવતી બનેલી નાબાલીક છોકરી વિશે. શરમ જનક બયાન આપ્યું. જાણો વિગતે….

આરોપીઓની ઓળખ સંદીપ તુકારામ પવાર, મંગેશ કામટેકર, અક્ષય કામટેકર અને રમેશ ઘાગ તરીકે કરવામાં આવી છે. તપાસ દરમિયાન વન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આરોપીએ 'બંગાળ મોનિટર લિઝાર્ડ' સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું અને તેની પૂરી રેકોર્ડિંગ એક આરોપીના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓએ જ્યારે આરોપીના મોબાઈલ ફોન ચેક કર્યા તો તેમને ઘટનાની જાણ થઈ. ચારેય આરોપીઓ સામે વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
'બંગાળ મોનિટર' એ ભારતીય ઉપખંડ તેમજ દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયાના ભાગોમાં જોવા મળતી મોટી ગરોળી છે. આ મોટી ગરોળી મુખ્યત્વે જમીન પર રહે છે અને તેની કુલ લંબાઈ લગભગ 61 થી 175 સેમી (24 થી 69 ઇંચ) છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *