ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
સ્કૂલમાં ભણતા બાળકોની સ્કૂલ બેગનો બોજો ઓછો કરવા માટે મહારાષ્ટ્ર સરકારના એજયુકેશન ડિપાર્ટમેન્ટે મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ આવતા શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણના બાળકોને સિંગલ ટેક્સ બુક્સ હશે. એટલે કે ચાર સબ્જેક્ટ એક જ ટેક્સ્ટબોક્સમાં હશે.
શિક્ષણ બોર્ડના અધિકારીના કહેવા મુજબ ફર્સ્ટ સ્ટાર્ન્ડના વિદ્યાર્થીને એક જ બુકમાં ચાર વિષય હશે. જેમાં ઈંગ્લિશ, મરાઠી, મેથ્સ અને પ્લે એન્ડ લર્ન વિષય હશે. તમામ વિષયોની અલગ અલગ બુક લાવવાને બદલે એક જ બુકમાં તમામ વિષય હશે. ચાર અલગ અલગ સેમિસ્ટર મુજબ બુક રહેશે.
ગુજરાત ના મુખ્યમંત્રી ની દુબઈ વિઝીટ નું પરિણામ. ગુજરાતમાં લોજિસ્ટિ્ક પાર્ક સ્થાપવા દુબઈના શરાફ ગ્રુપ સાથે કરાર
પહેલા ધોરણમાં ભણતો 6 વર્ષનો બાળક તેની સ્કૂલબેગમાં 830 ગ્રામ વજનની બુકનું વજન ઉઠાવતો હોય છે. એ સિવાય તેમાં વોટર બોટલ, ટિફિન સિવાય નોટબુક હોય છે. જેનુ વજન લગભગ એક કિલો થઈ જતું હોય છે.
પ્રાયોગિક ધોરણે 488 મોડેલ સ્કૂલમાં આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો, તેને ફીડબેક બહુ સારો મળ્યો હોવાનું બાલભારતીના ડાયરેકટર વિવેક ગોસાવીએ એક મિડિયા હાઉસને જણાવ્યું હતું.