News Continuous Bureau | Mumbai
ikhedut portal: ગુજરાત સરકારે સમયની સાથે તાલ મિલાવી કૃષિ ક્ષેત્રે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. ખેડૂતો માટે પાક ઉત્પાદન જેટલો જ મહત્વનો પ્રશ્ન હતો પાક- સંગ્રહનો. આ પાક-સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલી છે. જે ખેડૂતોને માટે ભારે પ્રોત્સાહક છે.
ખેડૂતો સુધી રાજ્ય સરકારની યોજના પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત છે. જેના દ્વારા ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવે છે. અત્યાર સુધીમાં 60 લાખથી વધુ ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ ચૂક્યા છે.
કૃષિ પેદાશના વાજબી ભાવ એ વર્ષોથી ખેડૂતો માટે સમસ્યા રહી છે. આ સમસ્યાના ઉકેલરૂપે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત-પેદાશ ખરીદે છે અને તે પણ પારદર્શક ઢબે. પારદર્શકતા માટે ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવે છે અને પોતાનો માલ ટેકાના ભાવે વેચે છે.
આ સમાચાર પણ વાંચો : Western Railway Special Train : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન
ગુજરાતે સિંચાઈમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. ટપક સિંચાઈ જેવી આધુનિક ટેકનિકના કારણે એક સમયે પાણીની સમસ્યાથી પ્રભાવિત ઉત્તર ગુજરાત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ પામ્યું છે.
આમ, ગુજરાત સરકારે ધરતીપુત્રની જમીન અને જળની ચિંતા તો કરી, સાથે સાથે કૃષિ-પેદાશની ગુણવત્તા જળવાય અને તેનો સારો ભાવ મળે તે માટે પણ ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.