ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
ગુજરાતમાં અત્યારે રેમડેસિવર ઇન્જેક્શન ની તાણ પડી રહી છે. આવા સમયે સમાચાર આવ્યા હતા કે સરકાર 10000 રેમડેસિવર નો જથ્થો ગોવાહાટી થી હેલિકોપ્ટર ના માધ્યમ થી સીધો સુરત પહોંચાડી રહ્યા છે. જોકે એના અમુક કલાક પછી વાત માં ટ્વિસ્ટ આવ્યો. જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રી ને પૂછ્યું કે સુરતમાં જે રેમડેસિવર જરૂરત મંદ લોકો ને આપવાના છે શું તે સરકાર તરફથી આવી રહ્યા છે? આ સંદર્ભે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે સરકારની વ્યવસ્થામાં આવો કોઈ કાર્યક્રમ આવતો નથી. જો આવા પ્રકારની વિતરણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય તો તમારે તે સંદર્ભે ના સવાલો પાર્ટી અધ્યક્ષ સીઆર પાટીલને પૂછવા જોઈએ.
ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.
બીજી તરફ મીડિયા સાથે વાતચીત કરતાં સીઆર પાટીલે જણાવ્યું કે અમે 5000 રેમડેસિવર ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી લીધી છે. લોકોને તે મળી જશે.
હવે સવાલ એ ઉભો થાય છે કે જો સરકારે 5000 રેમડેસિવર આપ્યા નથી તો પછી ભારતીય જનતા પાર્ટી પાસે આટલા બધા રેમડેસિવર આવ્યા ક્યાંથી? એવી કઈ વ્યવસ્થા છે જેનાથી આ ઇંજેક્શન પ્રાઇવેટ આસાનીથી મળી જાય છે?