ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
કોંકણ માટેની ગણપતિ સ્પેશિયલ ટ્રેનોને સતત બીજા દિવસે પણ નબળો પ્રતિસાદ મળ્યો છે. મોટાભાગના મુસાફરોએ પહેલેથી જ ક્વોરેન્ટાઇન અવધિને ધ્યાનમાં રાખી 15 દિવસ અગાઉ જ પોતાના ગામ પહોંચી ગયા છે. રવિવારે 6,392 મુસાફરોના કુલ ક્ષમતા ધરાવતી ટ્રેનો ને ફક્ત રવિવાર સાંજ સુધી માં ફક્ત 255 મુસાફરોએ જ બુકીંગ કરાવ્યું હતું.
ટ્રેન મુસાફર એસોસિએશનોએ આ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં થયેલાં વિલંબને દોષી ઠેરવતાં કહ્યું કે "ટ્રેનોનો ઉપયોગ હવે પરત ફરવા માટે કરવામાં આવશે એવું અનુમાન છે. કારણે જેઓ જવા માંગતા હતાં તે લોકો પહેલા જ દેશમાં ચાલ્યા ગયા છે. બીજું 22 ઓગસ્ટથી તહેવાર શરૂ થવાના કારણે હવે ટ્રેન લેવાનો કોઈ અર્થ નથી કેમકે હોમ કવોરોન્ટીન અને અન્ય તબીબી પ્રોટોકોલો માટે હવે સમય નથી."
દર વર્ષે, મુંબઇ અને પુણેથી લાખો લોકો ગણપતિ તહેવાર માટે કોંકણ તેમના વતન જવા માટે ટ્રેન દ્વારા પ્રવાસ કરે છે. હાલ રોગચાળાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે મુલાકાતીઓ માટે તેમના સ્થળોએ પહોંચ્યા બાદ 10-દિવસીય હોમ કવોરોન્ટીન ફરજિયાત બનાવ્યું છે.. આથી જેમને જવું હતું એ લોકો પહેલાંજ પોતાના ગામ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે મુસાફરો માટે રાજ્ય સરકાર દ્વારા 182 જેટલી ગણપતિ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેમાં મધ્ય રેલ્વેની 162 અને પશ્ચિમ રેલ્વેની 20 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકારે ટ્રેનોની જાહેરાત કરવામાં ઘણું મોડું કરી દીધું હોવાથી જરૂરી પ્રતિસાદ મળ્યો નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com