ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
કેરળ હાઇકોર્ટે દહેજ પ્રથાને લઈને એક મહત્વના ચુકાદામાં લગ્નમાં અપાતી ગિફ્ટ્સ બાબતે મહત્વનો ચુકાદો આપ્યો છે.
કેરળ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે દીકરીને તેના સુખી જીવન માટે લગ્ન સમયે આપવામાં આવતી તમામ ભેટોને દહેજ નિવારણ અધિનિયમ, 1961 હેઠળ દહેજની શ્રેણીમાં ન રાખી શકાય.
એટલે કે દીકરીને અપાતું ગિફ્ટ એ દહેજ ન ગણી શકાય.
કોર્ટની સિંગલ બેન્ચે એક વ્યક્તિની અરજી પર આ નિર્ણય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં દહેજ પ્રથાને એક અભિશાપ તરીકે જોવામાં આવે છે. જેના કારણે હજારો અને લાખો છોકરીઓને લગ્ન પછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઉત્તર પ્રદેશનું ચુંટણીમાં ખૂબ મહત્વ: વડાપ્રધાન માત્ર 2 મહિનામાં આટલી વખત લીધી મુલાકાત; આ છે કારણ
