News Continuous Bureau | Mumbai
Gir Somnath : મહારાષ્ટ્ર સહિત ગુજરાત(Gujarat) માં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો હોઈ નદી નાળા છલકાયા છે. જંગલોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સાપ, મગર, સિંહ જેવા પશુઓ શહેરના રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે. દરમિયાન ગીર સોમનાથ(Gir Somnath)માં ધોધમાર વરસાદ (Heavy rain) બાદ રસ્તા પર મગર દેખાયો.
જુઓ વિડીયો
#GujaratRains
A crocodile was observed in a residential area of Talala, Gir, in #Gujarat, late at night yesterday, as the water level in the Hiran River rose.@NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/pXOzoMPlEV— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) July 19, 2023
વન વનિભાગની ટીમને જાણ કરવામાં આવી
તલાલા(Talala)ના રોડ પર જાહેર રસ્તા પર મગરે(Crocodile) જમાવડો કર્યો હતો. જાહેર રસ્તા પર મગર આવતા લોકોમાં ભય ફેલાયો છે. તો કમલેશ્વર ડેમની પાસે પણ એક મગર વિચરી રહ્યો હતો. મગરને જોઈ વાહનચાલકો અને વટેમાર્ગુઓ અટકી ગયા. લોકોએ મગરનો વીડિયો ઉતાર્યો હતો. વન વિભાગ(Forest department)ની ટીમને જાણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Alia Bhatt : આલિયા ભટ્ટની YRF સ્પાય થ્રિલરમાં આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી!! આદિત્ય ચોપરા ફરી કરશે ઇન્ટ્રોડ્યૂસ