ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
ગોધરા રમખાણો વેળા ગૃહરાજ્યમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને મારવા આવેલા શાર્પ શૂટર ઈરફાન શેખ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને ઈલાજ માટે સોલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છોટા શકીલના શૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કારંજ પોલીસ ના મળીને 40થી વધુ કર્મચારીઓને કવોરોન્ટીન થવું પડશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. શાર્પ શૂટર ને પકડવા ગયેલા ડીઆઇજી સહિત ની ટીમ કવોરોન્ટીન થશે અને તમામનો કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે..એમ પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે .
નોંધનીય છે કે મંગળવારની મધરાતે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મળી, રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી શાર્પ શૂટર ને ઝડપી પાડયો હતો. જે ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયાને મારવા માટે આવ્યો હતો. હવે આ શાર્પ શુટર સારો થાય પછી જ આગળની પૂછપરછ અને કાર્યવાહી કરવામાં આવશે. એમ પોલીસ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com