ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે આજે સાંજે એક તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ મહત્વપૂર્ણ નેતાઓ શામેલ છે.
મીડિયામાં એવા સમાચાર પ્રવાહિત થયા છે કે આ બેઠકમાં ગૃહમંત્રી અનિલ દેશમુખને રજા આપી દેવામાં આવશે. આજ રીતે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને પણ તેમના પદ પરથી ખસેડવા માં આવશે.
સનસનીખેજ આરોપ : સચિન વઝે ની ધરપકડ ટીઆરપી સ્કેમ અને આઇપીએલ સટ્ટાકાંડના સુધી પહોંચી.
જોકે આ સમાચાર સંદર્ભે અત્યાર સુધી કોઈ અધિકૃત રીતે જાહેરાત થઇ નથી. તેમજ આ સમાચારને કોઈ કન્ફર્મેશન નથી. પરંતુ હાલ મીડિયા અને સરકારી વર્તુળોમાં આ સંદર્ભે જોરદાર ચર્ચા ચાલુ છે.
સચિન વઝે ની ધરપકડ બાદ અનેક સરકારી પત્તાઓ ખુલી ગયા છે. તેમજ પોતાની આબરૂ બચાવવા માટે હવે સરકાર પાસે બહુ ઓછા વિકલ્પ છે.
મહારાષ્ટ્રમાં રાજનૈતિક ઘટના ક્રમ તેજ. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મળ્યા. શરદ પવારે આ પગલું ભર્યું…
શરદ પવાર પોતે મેદાનમાં છે અને કઈ રીતે ભીનું સંકેલી લેવામાં આવે તે દિશામાં કાર્યવાહી ચાલુ છે. જો મુંબઈ પોલીસ કમિશનર અને ગૃહ મંત્રી બંને પોતાના પદ પર ચાલુ રહે તો તેઓને આકરા સવાલોના જવાબ આપવા પડશે. આ પરિસ્થિતિમાં પક્ષ મોટી રાજનૈતિક તકલીફ માં સપડાઈ શકે છે. આથી આ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.