News Continuous Bureau | Mumbai
Gir National Park: ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in કાર્યરત છે. ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પ્રવેશ પરમીટના બુકિંગ માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન પર સર્ચ કરતાં ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે. આવી સાઇટોને ગુજરાત સરકાર કે વન વિભાગ દ્વારા કોઇ અધિકૃત કરવામાં આવેલ નથી. આવી ખાનગી વેબસાઇટો દ્વારા નાગરિકો સાથે બુકિંગના નામે ગેરરીતિ થવાની શક્યતાઓ રહેલી છે. જેની નાગરિકો નોંધ લેવા વન વિભાગ ( Gujarat Forest Department ) દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં ( Online booking ) થતી ગેરરિતીઓ અટકાવવા માટે ફક્ત અને ફક્ત ઉપરોક્ત દર્શાવેલ ઓફીસીયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. જેમાં એક જ આઇ.પી. એડ્રેસ, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમ્યાન વધુમા વધુ ૬ (છ) જ પરમીટનું ( Entry Permit ) બુકિંગ થઇ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે આ નંબર પર ઓ.ટી.પી.ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે.
આ સમાચાર પણ વાંચો : Postal Department: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે લીધી મહેસાણા પોસ્ટ ઓફિસની નિરીક્ષણ મુલાકાત, આ યોજનામાં ડાક વિભાગ ભજવી રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.