ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી કોરોના વેક્સિનને મોદી સરકારે મંજૂરી આપી છે.
આ વેક્સિનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
સમિતિએ કહ્યું છે કે ઝાઈડસે તેની રસીના બે-ડોઝની થેરાપી માટે અધિક માહિતી પૂરી પાડવાની જરૂર છે.
કેડિલા હેલ્થકેર લિમિટેડ નામક જેનેરિક દવા ઉત્પાદક કંપનીએ તેની કોરોના રસી ZyCoV-Dને મંજૂરી આપવા માટે ગત 1 જુલાઈએ અરજી નોંધાવી હતી.
આ રસીનો અસરકારકતાનો દર છે 66.6%. તેનું કહેવું છે કે તેની રસી 12-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકો માટે પણ સુરક્ષિત છે.
ZyCoV-Dને ઈમર્જન્સી બાદ સંપૂર્ણ મંજૂરી મળશે એ પછી ભારતવાસીઓને કોરોના સામેના જંગમાં રસીનો પાંચમો વિકલ્પ પ્રાપ્ત થશે.
ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત