ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી રાજ્યના વહીવટમાં વધુ પડતી દખલ કરી રહ્યા હોવાની નારાજગી મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનમંડળે વ્યક્ત કરી છે.
વિધાનપરિષદના 12 સભ્યોની નિમણૂક કરવા સહિત જુદા-જુદા મુદ્દાને લઈને પહેલાંથી રાજ્યપાલ અને મહાવિકાસ આઘાડી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમાં હવે રાજ્યપાલે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં અધિકારીઓ સાથે બારોબાર બેઠક કરવાનું ચાલુ કરી દીધું છે. એની સામે પ્રધાનમંડળે વાંધો ઉઠાવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં પૂરપ્રકોપ, રાજ્યમાં આટલા લોકોના નિપજ્યા મોત, લાખો લોકો ઘર વિહોણા થયા
રાજ્યપાલ ત્રણ દિવસ માટે પરભણી, નાંદેડ અને હિંગોલીની મુલાકાતે જવાના છે, ત્યાં અધિકારીઓ સાથે બેઠક કરીને હૉસ્ટેલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી પુરાવાના છે. એની સામે પ્રધાનમંડળની બેઠકમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ રાજ્ય સરકારના કારભારમાં હસ્તક્ષેપ કરીને બે સત્તા કેન્દ્ર ઊભાં કરવાના પ્રયાસ કરી રહ્યા છે એવી નારાજગી પ્રધાનમંડળે વ્યક્ત કરી હતી.