ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
22 જુલાઈ 2020
હાલ ગુજરાત રાજ્ય બે બાબતો એ ઝઝૂમી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ખાનગી શાળાઓ આર્થિક મંદીના કપરા કાળમાં વાલીઓ પાસેથી ફી ની માંગણી કરી રહયા છે. શાળાઓની આ ખુલ્લી લૂંટને ડામવા માટે રૂપાણી સરકાર દ્વારા કેટલીક ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. વાલીઓ પાસે ફી ની માંગી રહેલી શાળાઓ સામે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે.
જાણો શું છે રાજ્ય સરકારનો આદેશ!!…
# વાલીઓએ ફી ન ભરી હોય તો પણ બાળકનું એડમિશન શાળા રોકી શકશે નહીં. ઉપલા વર્ગમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો.
# ગઈ 22 માર્ચથી શાળા શરૂ થાય ત્યાં સુધી શાળા સંચાલકો કોઈ પાસે ફી વસૂલી શકશે નહીં.
# વાલીઓએ જો ટ્યુશન ફી ભરી હોય તો ભવિષ્યમાં જ્યારે પણ શાળા શરૂ થાય તે પહેલાં એ ફી સરભર કરવાની રહેશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com