ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુલાઈ 2020
મુંબઈની હાઉસિંગ સોસાયટી માટે મહત્વના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી હાઉસિંગ સોસાયટીના બિલો ઉપર કોઈ જાતનો ટેક્સ એટલે કે જીએસટી લાગુ થતો ન હતો. પરંતુ હવે આ બાબતે જીએસટી કાઉન્સિલએ નોંધપાત્ર નિર્ણય આપ્યો છે.
વાત એમ બની છે કે નરીમન પોઈન્ટની એક હાઉસિંગ સોસાયટી પોતાના સભ્યો પાસેથી પ્રતિમાસ ઘણી મોટી રકમનું મેઇન્ટેનન્સ વસૂલતી હતી. આ વિષય સંદર્ભે જીએસટી કાઉન્સિલે નિર્ણય આપ્યો છે કે, જો સોસાયટી પોતાના બેઝિક કાર્યો છોડીને સભ્યોને વધારાની સેવા આપતી હોય તો તેવી સેવાઓ પર સોસાયટીએ જીએસટી ભરવો પડશે. આથી હવેથી કોઈ પણ સોસાયટીમાં જો પ્રત્યેક મેમ્બર એટલે કે પ્રત્યેક ફ્લેટ દીઠ મેન્ટેનન્સ 7500 રૂપિયાથી વધશે તો હાઉસિંગ સોસાયટીએ આ વધારાની રકમ પર હાલના દરે, 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. જોકે વાર્ષિક 20 લાખ રૂપિયા કે એનાથી ઓછું ટર્નઓવર ધરાવતી નાની સોસાયટીઓ એ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.
પરંતુ AAR ના આ રુલિંગથી કરવેરાના જાણકારો સહમત નથી. ઇનડાયરેક્ટ ટેક્સ ના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કૉર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ હાઉસિંગ સોસાયટી તેના સભ્યોને કોઈ સેવા પૂરી પાડતી નથી. કારણ કે અહીં સર્વિસ 'સપ્લાય' થતી નથી આથી જીએસટી નો પ્રશ્ન નથી./..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com