News Continuous Bureau | Mumbai
આમ તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે સીધા પેપર ચેકરને જ લાંચ આપવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 10ના બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે આન્સરશીટમાં રૂ. 500ની નોટ ચોંટાડી હતી. કોપી ચેક કરનાર શિક્ષકને લલચાવવા માટે વિદ્યાર્થીઓએ આવું કર્યું હતું. પરંતુ લાંચના આ પ્રયાસની વિપરીત અસર થઈ. જેના કારણે વિદ્યાર્થીઓને આગામી એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થશે. આપને જણાવી દઈએ કે આ ઘટના ગુજરાતમાં સામે આવી છે..
પોલીસ ફરિયાદ નથી કરાઈ
ગુજરાતમાં 10મી અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 29 માર્ચ દરમિયાન યોજાઈ હતી. આન્સરશીટના મૂલ્યાંકન દરમિયાન શિક્ષકોએ ગણિત અને અંગ્રેજીની આન્સર શીટમાં 500 ની નોટ સ્ટેપલિંગ કરી હોવાની જાણ કરી. બોર્ડે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું, “અમે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. કારણ કે તે છેતરપિંડીનો કેસ નથી. પરીક્ષા સુધારણા સમિતિ પહેલા વિદ્યાર્થીઓની દલીલો સાંભળશે અને પછી તેમની સજા નક્કી કરશે.
આ સમાચાર પણ વાંચો: હવે એસ આર એ સ્કીમ માં ફ્લેટ લેવો સસ્તો પડશે : સરકારે રી સેલ પર પ્રીમિયમ ઘટાડી નાખ્યું.
બોર્ડના અધિકારીએ નિરાશા વ્યક્ત કરી
બોર્ડના અધિકારીએ બંને વિદ્યાર્થીઓના આ કૃત્ય સામે નિરાશા વ્યક્ત કરી છે. બંને વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂ.500ની નોટ ચોંટાડી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ લખ્યું કે, ‘કૃપા કરીને મને પાસ કરો, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો ન હતો.’ અધિકારીએ કહ્યું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલીકવાર પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીઓમાં નોટ્સ પેસ્ટ કરે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરવું તદ્દન નિરાશાજનક છે. અધિકારીએ કહ્યું કે આવો જ એક મામલો 2022માં સામે આવ્યો હતો. જ્યાં મધ્ય ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહીમાં રૂ. 500ની નોટો ચોંટાડી હતી. જે બાદ તેને નાપાસ કરવાની સાથે એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.