314
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
ગુજરાત રાજ્યના બજેટ સત્રની શરૂઆતમાં જ મંત્રી ઈશ્વર પટેલે હાજરી આપી હતી. એ વખતે તેઓ કોરોના સંક્રમિત હતા. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા બીજા પાંચ નાયબ સચિવ કોરોના સંક્રમિત થયા.અને હવે એ નાયબ સચિવો ના લીધે બીજા ધારાસભ્યોને પણ કોરોના થયો હોવાના સમાચાર છે. આમ એક ધારાસભ્યની અજાણતા જ થયેલી ભૂલના કારણે પુરા વિધાનસભાએ એનો ભોગ બનવું પડ્યું છે.આમ આ બજેટ સત્રમાં કુલ ૯ ધારાસભ્યો કોરોના થી સંક્રમિત થયા છે. આથી વિધાનસભા અધ્યક્ષે તમામ ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરવાનું સૂચન કર્યું છે.
આમ સામાન્ય માણસ જ નહીં, પરંતુ હાઈ સિક્યુરિટી માં રહેનાર ધારાસભ્યો પણ વિધાનસભા સત્રમાં કોરોના ને કારણે ખતરામાં આવી ગયા છે.
You Might Be Interested In
