Site icon

સોશિયલ મીડિયા માં હાર્દિક પટેલ પર ટીકાનો વરસાદ-કોમેન્ટ સેક્શન બંધ કરી નાખી- ભાજપ માટે મિસકોલ આપવાની અપીલ ભારે પડી- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાંથી(Congress) ભાજપમાં(BJP) પ્રવેશ કરનાર હાર્દિક પટેલ(Hardik Patel) હવે સોશિયલ મીડિયા(Social media) ટ્રોલ(Trolled) થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને ભાજપની ખિસકોલી કહીને મજાક ઉડાવી હતી. હવે હાર્દિક પટેલે ટ્વીટર(Twitter) પર ભાજપના મિસકોલ અભિયાન માટે અપીલ કરતા લોકો તેના પર તૂટી પડ્યા છે. પોતાના ટ્વિટર હેન્ડલના(Twitter handle) માધ્યમથી હાર્દિક પટેલે ભાજપનું એક પોસ્ટર અપલોડ કર્યું હતું. આ પોસ્ટરમાં મિસ કોલ આપીને ભાજપમાં જોડાઈ જવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલ જોઈને હાર્દિક પટેલના અનેક ફોલોવર અકળાઈ ગયા. તેમજ હાર્દિક પટેલે ભૂતકાળમાં ભાજપ સામે જેટલી પોસ્ટ નાખી હતી તે તમામ પોસ્ટનો સ્ક્રીનશોટ ખુદ હાર્દિક પટેલને પણ પાઠવ્યો હતો. આ ઉપરાંત અનેક લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો કે તે પોતે ભાજપમાં કેટલા દિવસ ટકવાનો છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. હાર્દિક પટેલ ને ગાળો આપનાર અનેક લોકો પાટીદાર સમાજના હોવાનું જણાઈ રહ્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદમાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સભા – મોટી જાહેરાતની શક્યતા-જાણો વિગતો

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version