ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
9 જુન 2020
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ નું દસમા ધોરણનું પરિણામ જાહેર થયું . જે મુજબ રેગ્યુલર માં પ્રથમવાર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ નું પરિણામ 60.64 ટકા આવ્યું છે. જે ગયા વર્ષ કરતાં છ ટકા ઓછુ છે. જ્યારે દસમા ધોરણમાં રીપીટ થનારા અને ખાનગી વિદ્યાર્થીઓનું એકંદર પરિણામ 50 ટકા થી ઓછું છે. સૌથી ખરાબ પરિણામ આ વર્ષે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ નું રહ્યું છે. આમાં ગુજરાતમાંથી માત્ર 1,671 વિદ્યાર્થીઓને જ એ વન ગ્રેડ મળ્યો છે.
જોકે સુરત જિલ્લામાં આ વર્ષે 94.78 ટકા સાથે સૌથી સારું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જ્યારે દાહોદ જીલ્લાનું રીઝલ્ટ 14.9 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લો બન્યો છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં ઢ જણાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત માં જ નાપાસ થયાનું નોંધાયું છે.
ભાષાની દૃષ્ટિએ વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષા નું પરિણામ શરમજનક આવ્યું છે. કૂલ 691693 વિદ્યાર્થીઓ જ ગુજરાતી માં પાસ થયા છે જેમાંથી પણ માત્ર 1239 વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં એ વન ગ્રેડ મળ્યો છે…