387
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
ગુજરાતના નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે નવમીવાર બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે વર્ષ 2021-22 માટે અંદાજપત્રમાં 2,27,029 કરોડ રૂપિયાની જોગવાઈઓ રજૂ કરી છે. જે નીચે મુજબ છે…
- કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડની જોગવાઈ
- કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડની જોગવાઈ
- જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ
- પાણી પુરવઠા માટે 3 હજાર 974 કરોડની જોગવાઈ
- સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ
- પંચાયત અને ગ્રામ વિકાસ માટે 8 હજાર 796 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13 હજાર 493 કરોડની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1 હજાર 502 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટે 11 હજાર 185 કરોડની જોગવાઈ
You Might Be Interested In