News Continuous Bureau | Mumbai
ISO Certification: ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશન ( ISO 9001:2015 certification ) આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.
વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને ( Gujarat Chief Minister Office ) ૨૦૦૯માં ISO બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.
રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં એનાયત થયું હતું.

Gujarat Chief Minister’s Office awarded ISO 90012015 certification.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ( Gujarat CM ) કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘સ્વાગત’ કાર્યક્રમ તથા ISO ઓડિટની પરંપરા પણ સફળતાપૂર્વક આગળ ધપી છે.
આ સમાચાર પણ વાંચો: Barbados Storm: ટીમ ઇન્ડિયા માટે વધી મુશ્કેલીઓ, બાર્બાડોસમાં બેરીલ વાવાઝોડાએ મચાવી તબાહી..ક્યારે પરત ફરી શકશે ખેલાડીઓ? જાણો વિગતે…
આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સમયગાળા માટેની છઠ્ઠી સાયકલ માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ISO સર્ટિફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર શ્રી ભાવિન વોરા તથા સર્ટિફાઇંગ એજન્સી-બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Gujarat Chief Minister’s Office awarded ISO 90012015 certification.
આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મુખ્યમંત્રી કાર્યાલયને સુનિશ્ચિત માપદંડ સાથે કાર્યસિદ્ધિ, ક્ષમતા અને અસરકારકતા તેમજ સમયબદ્ધતા દ્વારા આમ જનતાની અપેક્ષાની પૂર્તિને હાંસલ કરવા સતત પ્રતિબદ્ધ રાખશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) દર્શાવ્યો હતો.
રાજ્યના વહીવટી પ્રશાસન અંગેના વડાપ્રધાનશ્રીના ચિંતન તેમજ ઉત્તમ જનસેવાના સંકલ્પને સાકાર કરવાના અવિરત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન CMOને મળ્યું છે તે માટે ટીમ CMOને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.