ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
11 જુલાઈ 2020
ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદાના આજે સવારે દર્શન પૂજન કરીને ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોના નામની મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી સૌના મંગલની કામનાઓ કરી હતી.
પૂજા અર્ચના કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે લોકડાઉન બાદ ભગવાન સોમનાથ દાદાના ચરણમાં શીશ નમાવવાની તેમની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રીશ્રી સાથે તેમના પત્ની અંજલિબેન તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ, આ વિસ્તારના સંસદ સભ્ય તથા પૂર્વ મંત્રી સહિતના અગ્રણીઓ પણ દર્શનમાં સહભાગી થયા હતા.
વિજયભાઈ રૂપાણીએ આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવી નિયંત્રણ માટેના ઉપાયો સર્વેલનસ વગેરેની સૂચનાઓ આપી હતી અને તાજેતરની વરસાદી સ્થિતિ ની પણ સમીક્ષા હાથ ધરી હતી…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com