ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
22 જુન 2020
ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા. આ પછી તેમના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતાં ખળભળાટ મચી ગયી છે. ..
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે થયેલી રાજ્ય સભાની ચૂંટણીને લઇ તેઓ કોંગ્રેસના નાના-મોટા કાર્યકર્તાઓ નેતાઓ અને ધારાસભ્યો તેમજ પત્રકારો ના સંપર્કમાં આવ્યા હતા કહેવાય છે કે આવતીકાલે ફરી બીજો ટેસ્ટ કરવામાં આવી શકે છે..
ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. યુપીએ સરકાર દરમિયાન તેઓ ઉર્જા રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય 2004 અને 2006 ની વચ્ચે તે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી હતા. તેમણે ગુજરાતની આણંદ લોકસભા બેઠક પરથી 2004 અને 2009 ની ચૂંટણી જીતી હતી. આમ તો ભરતસિંહ સોલંકીએ 1992 માં ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકેની રાજકીય સફરની શરૂઆત કરી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com