Site icon

ગુજરાતમાં રસીકરણને લઈને અનેક છબરડા બહાર આવી રહ્યા છે, આ શહેરમાં મૃતકને પણ કોરોનાની રસી લીધાનું સર્ટિફિકેટ આપી દેવાયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ભાવનગરના મામાનો ઓટલો પાસે રહેતા હિતેશભાઈએ પહેલો ડોઝ લીધા બાદ મે મહિનામાં તેમનું મૃત્યુ થયું હતું જ્યારે ૨૬ નવેમ્બરના રોજ બીજાે ડોઝ લીધાનું મેસેજ આવી ગયો તમે તમારું બંને ડોઝનું સર્ટિફિકેટ આવી ગયું છે તે ડાઉનલોડ કરી શકો છો આની જાણ ભાવનગર કમિશ્નરને કરતા જે વ્યક્તિનું મૃત્યુ પછી પણ ફોન ચાલુ રાખ્યો હોય છે જે આપણે બંધ નથી કરતા. જેનો ડોઝ બાકી હોય તેવા દરેક લોકો ને આરોગ્ય સેન્ટરો પરથી ફોન કરવાનો ટાર્ગેટ આપેલો હોય છે. જેને લઈ કોઈ એક વ્યક્તિ ને આજે કોઈ આરોગ્ય સેન્ટરો પરથી જુદા-જુદા લોકો દ્વારા અમુક સમય ગાળા દરમિયાન ફોન કરતા હોવાથી હોય તો કંટાળી ને કીધું હોય કે હા લેવાય ગયો છે. તો જે તે સેન્ટર વાળા એન્ટ્રી કરી નાખી હોય. આખા ભારતમાં ગમે તે વ્યક્તિ કોઈ પણ સ્થળેથી ડોઝ લે તરત જ સર્વરમાં એન્ટ્રી થઈ જ જવી જાેઈએ, પણ એવું નથી થતું. શહેરમાં રસીકરણની કામગીરી વગર સર્ટિફેકેટ અપાઈ રહ્યા હોવા મુદ્દે અનેક સવાલો ઉઠાવાઈ રહ્યા છે. રસીકરણ કર્યા વિના પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવા માટેનાં પ્રમાણપત્ર આપવાને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, તેવા બીજા ડોઝમાં પણ આવા છબરડા બહાર આવી રહ્યા છે. જાેકે, રસીનાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન વ્યક્તિનું આઈડી પ્રૂફની ડીટેલ પણ આપવામાં આવે છે અને તેની રસી સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. અહીં તો સીધુ જ પ્રમાણપત્ર મોકલવામાં આવી રહ્યું છેરસીકરણને લઇને અનેક છબરડા સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ છબરડો ભાવનગરમાં સામે આવ્યો હતો. જ્યાં એક મૃત્યુ પામેલા વ્યક્તિને પણ રસીકરણનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. જેને પગલે આ સમગ્ર પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગરના શહેરના ઘોઘા સર્કલના ૬૪ વર્ષીય હિતેશભાઈ શાહનું મે મહિનામાં નિધન થયું હતું.

મુંબઈના આ વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ લિફ્ટ થઇ ધરાશાયી, 5 ઘાયલ; જાણો વિગતે 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version