Site icon

રાજકોટમાં વિજય રુપાણીનું નામ લિસ્ટમાં નહીં- જાણો રુપાણીની સીટ પર કોણે નોંધાવી દાવેદારી

 News Continuous Bureau | Mumbai

રાજકોટ(Rajkot) શહેર અને જિલ્લાની સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં કેટલાક નામો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું(Former Chief Minister Vijay Rupani) નામ ના હોવાની વાત સામે આવી છે.

Join Our WhatsApp Community

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં પશ્ચિમની બેઠક પરથી એડવોકેટ અનિલ દેસાઈએ(Advocate Anil Desai) વિજય રૂપાણીની સીટ(Vijay Rupani) પર દાવેદારી નોંધાવી છે. આ બેઠક પરથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે,  હું જનસંઘનો કાર્યકર છું. કાર્યકરો અને સમર્થકોના સમર્થનથી દાવેદારી નોંધાવી છે. પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવા કાર્યકરો મક્કમ છે. દરેકને ટિકિટ માંગવાનો અધિકાર છે. વિજય રૂપાણીની ટિકિટ અંગે તેમણે કહ્યું કે, અમે કમળને વિજય બનાવીશું.

આ સમાચાર પણ વાંચો : ભાજપના મંત્રીથી નારાજ થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ -મંચ પરથી જ કહ્યું- તમારું ભાષણ પૂરું કરો- જુઓ વિડીયો 

થોડા દિવસ અગાઉ તેમણે કહ્યું હતું કે, પાર્ટી ચૂંટણી(party election) લડાવશે તો લડીશું. જેથી આ મામલે સ્પષ્ટ થયું હતું કે, તેમની ચૂંટણી લડવાની ઈચ્છા છે પરંતુ તેમનું દાવેદારોના લિસ્ટમાં નામ ના હોવાથી તેમના ચૂંટણી લડવાને લઇને અનેક તર્ક વિતર્ક પણ જોવામાં આવી રહ્યા છે

રાજકોટ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા (Rajkot Corporation ruling party leader) વિનુ ધવાએ રાજકોટ દક્ષિણ બેઠક પર દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ રાજકોટની ચારેય બેઠકો પર સ્થાનિક દાવેદારોને ટિકિટ આપવા માંગે છે. બહારથી આયાત કરાયેલા દાવેદારોને લઈને કાર્યકરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભરત બોગરાને ટિકિટ મળવાની શક્યતાઓ ઘટી ગઈ છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version