News Continuous Bureau | Mumbai
Gujarat – Export lead development : શું આપ જાણો છો કે ભારતમાંથી નિકાસ કરતાં ટોચના 25 જિલ્લાઓમાંથી 8 જિલ્લાઓ ગુજરાતના છે. સુરતના હીરાની ચમક હોય કે જામનગરના પેટ્રોકેમિકલ્સની તાકાત, અમદાવાદના ફાર્માસ્યુટિકલ્સની અસર હોય કે કચ્છની કેરીની મીઠાશ—ગુજરાતનું નિકાસ ક્ષેત્ર દેશમાં જ નહીં,પણ વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે. ચાલો, જાણીએ કેવી રીતે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે ?
વર્ષ 2024માં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ગુજરાતે 88.16 બિલિયન યુ.એસ.ડોલર્સની ચીજવસ્તુઓ-સેવાઓની નિકાસ કરી. મતલબ,ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 27 ટકાથી વધુ હતો. ગુજરાત વૈવિધ્યસભર ચીજવસ્તુઓની નિકાસ કરે છે. આ નિકાસની સફળતા પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે, સમજાવે છે સુરતના ડાયમંડ ક્લસ્ટરના અગ્રણી.
Gujarat – Export lead development : ગુજરાત નિકાસ પ્રદર્શનમાં મહત્વનું પરિબળ
ઈન્ડસ્ટ્રીઝ એક્સપર્ટના મતે માળખાકીય સુવિધાઓ ગુજરાતના સારા નિકાસ પ્રદર્શનમાં મહત્વનું પરિબળ છે. મુન્દ્રા, કંડલા અને હજીરા જેવા બંદરો ઉપરાંત વ્યાપક રોડ નેટવર્કના પગલે ગુજરાત દેશના નિકાસ-કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત નિકાસ પ્રોત્સાહન નીતિ નિકાસકારો માટે નવા અવસરો ઉભા કરે છે.
Gujarat – Export lead development : એક્સપોર્ટ હબ બનવા પાછળનો શ્રેય માત્ર મજબૂત માળખાગત સુવિધાઓ અને નીતિઓ
ગુજરાતના એક્સપોર્ટ હબ બનવા પાછળનો શ્રેય માત્ર મજબૂત માળખાગત સુવિધાઓ અને નીતિઓને જ નહીં પરંતુ કુશળ કામદાર વર્ગને પણ જાય છે. આમ, ગુજરાત સૌના સાથ, સૌના વિકાસ અને સૌના પ્રયાસ થકી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે આગળ ધપી રહ્યું છે.