Site icon News Continuous Bureau | Mumbai

Gujarat agriculture relief package: ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવાઈ*

ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે વિચાર-વિમર્શ બાદ ઑનલાઇન અરજી કરવાની સમય મર્યાદા ૭ દિવસ વધારવાનો નિર્ણય કરાયો

Gujarat agriculture relief package ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક ૧૦,૦૦૦

Gujarat agriculture relief package ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક ૧૦,૦૦૦

News Continuous Bureau | Mumbai

Gujarat agriculture relief package ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે વિચાર-વિમર્શ બાદ ઑનલાઇન અરજી કરવાની સમય મર્યાદા ૭ દિવસ વધારવાનો નિર્ણય કરાયો

Join Our WhatsApp Channel

હજુ પણ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકશાનગ્રસ્ત ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા કૃષિ મંત્રીશ્રીની જીતુભાઈ વાઘાણીની અપીલ
ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા. ૧૪ નવેમ્બરથી જ ૧૫ દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ (https://krp.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે, આગામી તા. ૫ ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા. ૧૪ નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.

નિતિન રથવી

 

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version