News Continuous Bureau | Mumbai
Mukhyamantri Gram Sadak Yojana: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે ઝડપભેર હકારાત્મક પ્રતિસાદ આપી બારડોલી-માંડવી-સોનગઢ તાલુકામાં રૂ. રૂ.૪૪.૬૮ કરોડના ૨૪ રસ્તાના કામોને ( Road Development Works ) મંજૂરી આપી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બારડોલી તાલુકામાં રૂ.૪૦ લાખના ખર્ચે અસ્તાન બાબેન રોડના ૧ કિમી માર્ગ પર રૂ.૪૦ લાખના ખર્ચે, માંડવી તાલુકાના ઝાબ પાતાળ વેરાકુઈ માંગરોળ રોડ પર ૮ કિમીમાં રૂ. ૪.૨૦ કરોડ, તડકેશ્વર રોશવાડ વિરપોર રોડના ૮.૩૩ કિ.મી માર્ગ પર રૂ. ૪.૧૫ કરોડમાં , અરેઠ અંત્રોલી રોડ પર ૫ કિ.મીમાં રૂ. ૫.૦૦ કરોડમાં, નરેણ ખરોલી નંદપોર રોડ જોઇનિંગ કીમ-માંડવી સ્ટેટ હાઇવે રોડ ઉપર ૮.૨૦ કિ.મી સુધી રૂ. ૫.૧૫ કરોડમાં, વીસડાલીયા કીમડુંગરા દાદાકૂઈ રેગામા રોડ જોઇનિંગ માંડવી- ઝંખવાવ સ્ટેટ હાઈવે રોડ પર ૬ કિ.મીમાં રૂ.૪.૫ કરોડમાં, ઘંટોલી ગામ તળાવ રોડ પર ૪ કિ.મી. સુધી રૂ.૧.૬૫ કરોડમાં, દેવગઢ લુહારવડ રોડ પર ૩.૫૦ કિ.મીના અંતર સુધી રૂ. ૧.૩૫ કરોડમાં, તુકેદ મધરકુઈ અંત્રોલી જોઇનિંગ અરેઠ અંત્રોલી બોરીગાળા રોડ પર ૩ કિ.મી સુધી રૂ.૨.૭૦ કરોડમાં, તુકેદ બોરીગાળા કોલાકૂઈ રોડ પર ૩ કિ.મી. સુધી રૂ. ૧.૧૫ કરોડમાં, તુકેદ એપ્રોચ રોડ પર ૩.૫૦ કિ.મી સુધી રૂ. ૧.૭૦ કરોડમાં તથા કોલખાડી એપ્રોચ રોડ પર ૨.૨૦ કિ.મી.માં રૂ.૮૫ લાખ મળી કુલ ૧૨ રસ્તાઓ પર રિસર્ફેસિંગ તથા જરૂરી મજબૂતીકરણ અને સ્ટ્રકચરની કામગીરી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : PJ Hindu Gymkhana: મરીનલાઇન્સના પી જે હિંદુ જીમખાનામાં આ તારીખે યોજાશે મેનેજીંગ કમિટીની ચૂંટણી
સાથે જ સોનગઢ તાલુકામાં રૂ.૧૧.૭૮ કરોડના ખર્ચે અન્ય ૧૨ રસ્તાઓ મળી બારડોલી-માંડવી અને સોનગઢના કુલ ૨૪ રસ્તાઓ પર મજબૂતીકરણ સહિતની કામગીરી કરવામાં આવશે.
આદિજાતિ રાજ્યમંત્રીશ્રીના ( Gujarat Government ) સફળ નેતૃત્વ હેઠળ માંડવી-બારડોલી અને સોનગઢ તાલુકાના ગામોમાં વિકાસકામોને વેગ આપી રાજ્ય સરકારે બહોળી જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, ત્યારે રોડ-રસ્તાના વિકાસકાર્યોથી સ્થાનિક જનતાને વાહનવ્યવહાર અને આવાગમનમાં સરળતા થશે અને લોકસુવિધાઓમાં વધારો થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.