ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
ગુજરાતમાં ઉત્તરપ્રદેશ જેવો 'ગુંડા એક્ટ' બનાવવાની તૈયારી સરકારે કરી લીધી છે. જુના 'પાસા એક્ટ'માં સુધારો કરી વધુ સક્ષમ બનાવાશે. ગુનાખોરી અને ગંભીર પ્રકારના ગુનામાં આ નવા કાયદા હેઠળ પોલીસને અમર્યાદિત સત્તા આપવામાં આવી શકે છે. જેની તૈયારી પણ રૂપાણી સરકારે કરી લીધી છે. આ અંગે વિધાનસભાના ચોમાસુ સત્રમાં સુધારા વિધેયક એક લાવવામાં આવશે.
ગુંડા એક્ટમાં સામેલ જોગવાઈઓ નીચે મુજબ છે…
• માનવ તસ્કરી
• ગૌવંશ હત્યા.
• નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ.
• જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો.
• સરકારની વિરૂદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાજ્યની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારીત કાયદો તેમજ અધ્યાદેશ માટેની તૈયારી કરવા માટે જણાવ્યું છે. હાલ ઉત્તરપ્રદેશમાં લાગુ ગુંડા એક્ટ જેવો જ કાયદો ગુજરાતમાં પણ હશે. આ કાયદાથી પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે સત્તા આવશે કે તેઓ અસામાજીક તત્વો સામે પગલા લઈ શકશે. સાથે જ જાહેર માલ મિલકત ને નુકશાન પહોંચાડે તેની પાસેથી જ રકમ વસુલવામાં આવશે. આને વિધાનસભામાં એક કાયદા તરીકે અથવા અધ્યાદેશ તરીકે રજૂ કરવામાં આવી શકે છે..
જોકે રાજ્યના ટોચના બ્યુરોક્રેટ્સ જેમાં આઈપીએસ અધિકારીઓ પણ સામેલ છે. તેઓ આ નવા સુચિત કાયદા સામે રેડ સિગ્નલ આપી રહ્યા છે. ટોચના અધિકારીઓનું માનવું છે કે પોલીસના હાથમાં અસિમિત સત્તા ધરાવતો કાયદો આપી દેવાથી તેનો ગેરઉપયોગ થઈ શકે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com