ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે રાજ્ય માટે ઈ-વ્હિકલ પૉલિસી – ગુજરાત ઇલેક્ટ્રિક વ્હિકલ પૉલિસી 2021 જાહેર કરી છે. રાજ્યમાં આગામી ચાર વર્ષમાં ઈ-વાહનોના ઉપયોગમાં વધારો અને ગુજરાતને ઈ-વાહનો અને તેનાથી સંબંધિત વિવિધ સામગ્રીઓનું કેન્દ્ર બનાવવું તે આનો મુખ્ય હેતુ છે. ઉપરાંત ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલના ક્ષેત્રમાં યુવાન સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવો.
આ નીતિ અંતર્ગત સબસીડી રૂપે 2 વ્હીલર્સ માટે 20 હજાર, 3 વ્હીલર્સ માટે 50 હજાર અને 4 વ્હીલર્સ માટે 1.5 લાખ સુધીની સીધી રકમ ડીબીટી દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વાયુપ્રદૂષણને નિયંત્રણમાં રાખવા સાથે પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ મળશે. ઈ-વાહનોના ચાર્જિંગ માટે રાજ્યમાં હાલમાં 278 ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે. નવાં250 ચાર્જિંગ સ્ટેશનો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. જેથી કુલ સંખ્યા 528 થશે. પેટ્રોલ પમ્પને ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવા માટે મંજૂરી અપાશે.
ગુજરાત આરટીઓમાં નોંધાયેલા ઈ-વાહનને નોંધણી ફીમાંથી મુક્તિ મળશે, ચાર વર્ષમાં 5 કરોડ રૂપિયાના ઇંધણની બચત થશે અને ન્યૂનતમ 6 લાખ ટન કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટાડવામાં આવશે.
મહારાષ્ટ્ર : સમન્સનું પાલન ન કરતાં મુંબઈ પોલીસે ભૂતપૂર્વ પોલીસ કમિશનરને 5,000 રૂપિયાનો ફટકાર્યો દંડ
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અંગે વિગતો આપતાં રાજ્યના માહિતી વિભાગે મીડિયાને જણાવ્યું હતું કે "આગામી 4 વર્ષમાં ગુજરાતના માર્ગો પર 2 લાખ ઇલેક્ટ્રિક વાહનોની દોડતા થાય તે લક્ષ્ય સાથે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત ઇલેક્ટ્રિક વાહન 2021 જાહેર કરી છે."