Site icon

Animal IVF Pregnancy: ગુજરાત સરકારે પશુપાલકો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે સરકાર આપશે સહાય..

Animal IVF Pregnancy: પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ. ૫,૦૦૦ની સહાય આપશે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાયનો લાભ મળશે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ. . IVF તકનીકમાં થતા રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત અને ગુજરાત સરકાર ઉપરાંત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને GCMMF તરફથી કુલ રૂ. ૧૯,૭૮૦ સહાય મળશે; પશુપાલકે માત્ર રૂ. ૫,૦૦૦ શેષ ખર્ચ કરવાનો રહેશે. IVFથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે ૧૨ થી ૨૦ જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે

Gujarat government will provide assistance to the animals who get pregnant through IVF.

Gujarat government will provide assistance to the animals who get pregnant through IVF.

News Continuous Bureau | Mumbai

Animal IVF Pregnancy:  આ અંગે વિસ્તૃત માહિતી આપતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન ( Animal husbandry ) થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે. સેક્સડ સીમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે IVF કરાવતા પશુ માટે પણ રૂ. ૫,૦૦૦ સહાય આપવામાં આવશે. પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે.  

Join Our WhatsApp Community

પશુપાલન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા “રાષ્ટ્રીય ગોકુલ મિશન” ( Rashtriya Gokul Mission ) અંતર્ગત IVF ટેકનોલોજીના ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભધારણ ( Animal Pregnancy ) થયું હોય તેવા પશુપાલકોને IVF માટે થતાં રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ સહાય આપવામાં આવે છે. ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા આવા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂ. ૪,૮૯૦ તેમજ GCMMF દ્વારા રૂ. ૪,૮૯૦ સહાય આપવામાં આવે છે. 

રાજ્ય સરકારના સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી IVફ ટેકનોલોજીની મદદથી સફળ ગર્ભધારણ કરતા પશુ માટે પશુપાલકને થતા રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત સરકાર, ગુજરાત સરકાર ( Gujarat Government ) , જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF તરફથી કુલ રૂ. ૧૯,૭૮૦ સહાય મળશે. પરિણામે પશુપાલકને IVF ટેકનોલોજીના ઉપયોગ માટે પશુ દીઠ માત્ર રૂ. ૫,૦૦૦નો જ ખર્ચ થશે. સાથે જ, ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ થશે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Olympic Council of Asia: ડૉ. મનસુખ માંડવિયાએ ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાની 44મી જનરલ એસેમ્બલીને કર્યું સંબોધન, આટલા દેશોનાં સ્પોર્ટ્સ લીડર્સ રહ્યાં ઉપસ્થિત.

પશુપાલન મંત્રીશ્રીએ IVF ટેકનોલોજીના લાભ અંગે વાત કરતા કહ્યું હતું કે, સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પરંતુ ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે ૧૨ થી ૨૦ જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. 

IVF ટેકનોલોજીમાં ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં તેનું ફલીનીકરણ કરવામાં આવે છે તેમજ તેમાંથી મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય છે. વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓનો જન્મ થતા પશુપાલકોની આવકમાં પણ વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version