Site icon

Gujarat Navratri: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવમાં નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર, ગરબા ખેલૈયાઓની આરોગ્ય સલામતી માટે કરશે આ ખાસ વ્યવસ્થા.

Gujarat Navratri: ગુજરાત નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. સામુહીક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે પણ તબીબો સહિતનો મેડીકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક ખડે પગે રહેશે

Gujarat government will take special care of the health of the citizens during the Navratri festival, this special arrangement for the health.

Gujarat government will take special care of the health of the citizens during the Navratri festival, this special arrangement for the health.

News Continuous Bureau | Mumbai 

Gujarat Navratri: ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે. 

Join Our WhatsApp Community

આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ ( Navratri festival ) દરમિયાન રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠેર-ઠેર માતાજીના ગરબા યોજવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં માઈભક્તો રાસ-ગરબે ઝૂમીને માતાજીની આરાધના કરી શકે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં આવી મોટી નવરાત્રીનું ( Navratri  ) આયોજન થયું હોય તેવા સ્થળો ખાતે રાજ્ય સરકાર ( Gujarat Government ) વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગરબાના ( Garba Players ) સમય દરમિયાન આયોજનના સ્થળે નાગરિકોના આરોગ્યને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં તેમને ત્વરીત સારવાર પૂરી પાડવાના શુભ આશયથી મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ કટોકટીના સમયે સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને દર્દીને બનતી ત્વારાએ હોસ્પિટલ સુધી પહોંચાડીને નાગરિકોની આરોગ્ય સલામતી ( Health Service ) સુનિશ્ચિત કરશે.

આ સમાચાર પણ વાંચો : Swachhata Hi Seva 2024: કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે કૃષિ ભવન પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, આ વિભાગના અધિકારીઓએ લીધી સ્વચ્છતા પ્રતિજ્ઞા.

આ ઉપરાંત રાજ્યના સામુહીક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે પણ ત્વરિત સારવાર માટે રાઉન્ડ ધ કલોક તબીબો સહિતનો મેડીકલ સ્ટાફ જરૂરી સુવિધાઓ સાથે ખડે પગે રહેશે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version