ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
અમદાવાદ
18 સપ્ટેમ્બર 2020
ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે. જે મુજબ ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા પર રાજ્ય સરકાર સબસિડી આપશે. સરકારે બહાર પાડેલી યોજના મુજબ ધોરણ નવ થી શરૂ કરીને કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વિલર ખરીદવા બદલ બાર હજાર રૂપિયાની સબસિડી મળશે. આ સહાય અને સબસીડી 10,000 વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઈ-રીક્ષા એટલે કે થ્રી વિલર ની ખરીદી પાછળ 48 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત વાહનોના ચાર્જિંગ ની સુવિધા ઉભી કરવા માટે સરકાર 50 લાખ રૂપિયા ની યોજના અમલમાં મૂકવા જઇ રહી છે. રાજ્ય સરકારનું માનવું છે કે આગામી બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડતાં થાય.
સરકારના આ પગલાંને કારણે બેટરી સંચાલિત ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને પર્યાવરણ સાફ રહેશે.
