ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
ગુજરાતના સરકાર રાજ્યમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવનારા ભૂમાફિયા વિરુદ્ધ કડકાઇથી પેશ આવવાનો સખ્ત કાયદો પસાર કરવાનો નિર્ણય લીધો છે. આ કાયદાથી ગેરકાયદેસર રીતે જમીન પચાવતા ભૂમિફિયાઓ પર અંકુશ આવશે તેવું રાજ્ય સરકારનું કહેવું છે.
આ સમગ્ર બાબત અંગે મહેસૂલ મંત્રી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિની ડામવા રૂપાણી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જેમાં જમીન પચાવી પાડનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર કટિબદ્વ છે.
જાણો શું શું કરાશે જોગવાઈ?
#જમીનના કેસની ઝડપી સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરાશે.
#કોર્ટમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે.
#જમીન હડપ કરનારને 10-14 વર્ષ જેલની સજા થશે.
#જમીનની જંત્રીની કિંમત જેટલો શિક્ષાત્મક દંડ થશે.
#લેન્ડ ગ્રેબર ઉપર બર્ડન ઓફ પ્રૂફની જવાબદારી રહેશે..
#DySP કક્ષાના અધિકારી દ્વારા જમીન કેસની તપાસ કરાશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com