ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર, 2021
ગુરુવાર
કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં મજાકમાં પોતે પોતાની પત્નીથી ડરતા હોવાનું કબુલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાટણ જીલ્લામાં આવીએ તો પટોળુ લીધાં વગર પાછા પોતાના જીલ્લામાં ના જઈ શકીએ. તેમણે મજાકમાં કહ્યું હતું કે મારી પત્નીથી છુપાઈ છુપાઈને પાટણ જીલ્લામાં આવ્યો છું. મારી વાઈફને ખબર પડે તો મારે પણ પટોળુ લઈ જવું પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધપુર એ માતૃ તર્પણ માટે દેશભરમાં માત્ર એક જ સ્થળ છે. જેથી સિદ્ધપુરમાં આપણે સૌ એક વચન પાળીએ કે સિદ્ધપુરમાંથી એક પણ વડીલ કે વૃદ્ધા પોતાનું ઘર છોડી વૃદ્ધાશ્રમમાં ના જવાં જાેઈએ. આવા વિચારો સિદ્ધપુરથી લઈ પાટણ અને પાટણથી લઈ ગુજરાત સુધી પહોંચાડવા જાેઈએ આ માતૃવંદના કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી એન્ડ ગ્રુપ દ્વારા લોકગીતોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. સાથે જ હાસ્ય કલાકાર અવની વ્યાસે મનોરંજન કરાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે બલવંત રાજપૂત, ભાનુમતિ મકવાણા પ્રમુખ જીલ્લા પંચાયત પાટણ, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથ ઠાકોર, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, નાટ્ય અકાદમીના ડાયરેક્ટર પંકજ જાેષી, પી.આર.જાેષી, જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી, ડ્ઢર્ડ્ઢં રમેશ મેરજા, એસપી અક્ષયરાજ મકવાણા, રમતગમત અધિકારી વીરેન્દ્ર પટેલ, સંગીતના કલાકારો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાપાટણના સિદ્ધપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને માતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા જીલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.