News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં અમદાવાદમાં 2009માં થયેલા લઠ્ઠાકાંડ બાદ મોટો લઠ્ઠાકાંડ બોટાદમાં થયો છે.
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 24 પર પહોંચી ગયો છે જ્યારે 40થી વધુ લોકો સારવાર હેઠળ છે.
હજી મૃતઆંકનો આંકડો વધી શકે તેવી આશંકા સેવાઇ રહ્યુ છે.
આ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે અને DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જ્યારે ATS પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે.
હાલ આ કેસમાં મુખ્ય આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ
