News Continuous Bureau | Mumbai
Gujarat Karmayogi Swastha Suraksha Yojana :
- મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ
- રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી
- PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ
- રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ મળશે લાભ
- રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેવા સંજોગોમાં નિયમાનુસાર મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.
વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે.
જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.
યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે. રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.
અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે. રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.
આ સમાચાર પણ વાંચો : Pulwama Encounter : જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાની જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ ઠાર..
રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે. ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રિમિયમ ચૂકવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.