Site icon News Continuous Bureau | Mumbai

પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉનાળાના વેકેશનમાં મુંબઈથી સોમનાથ અને ગીરના જંગલો ફરવા જવા ઈચ્છતા પર્યટકો માટે આનંદના સમાચાર છે. હવે મુંબઈથી ટૂંકા સમયમાં જ સોમનાથ ગીરના જંગલમાં પહોંચી શકાશે.

Join Our WhatsApp Channel

આગામી 16 એપ્રિલથી મુંબઈથી કેશોદની સીધી ફલાઈટ ચાલુ કરવામાં આવવાની છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia) હસ્તે આ નવી ફ્લાઇટ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે.

આ ફ્લાઈટ કેન્દ્ર સરકારની UDAN યોજનાનો ભાગ છે, જેમાં 50 ટકા સીટની ટિકિટ ડિસ્કાઉન્ટ રેટ (Discont Rate) પર ઉપલબ્ધ હોય છે. આ ફ્લાઈટનું ઉદ્ઘટાન 16 એપ્રિલ, 2022ના બપોરના બે વાગે થવાનું છે. ત્યારબાદ મુંબઈથી બપોરના 3.30વાગે ફ્લાઈટ ઉપડશે.

આ સમાચાર પણ વાંચો  : મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ નિયમો જાણી લો. નહીં તો પસ્તાવું પડશે. જાણો વિગત

શરૂઆતમાં આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપશે. જેમાં બુધવાર, શુક્રવાર અને શનિવારે ફ્લાઈટ ઉપડશે. કેશોદ એરપોર્ટ જગવિખ્યાત ગીર અને સોમનાથ મંદિર નજીક આવેલું છે. એરપોર્ટ બનવાના લગભગ 21 વર્ષ બાદ અહીંથી કોર્મશિયલ ફ્લાઈટ શરૂ થઈ રહી છે.

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version