News Continuous Bureau | Mumbai
43 વર્ષ બાદ રવિવારે ફરી મોરબી(Morbi)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ. જેમાં 100થી વધુ લોકો આ કરૂણાંતિકા(bridge collapese)માં મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે, હજું મૃત્યુંઆંક વધી શકે છે. બીજી બાજુ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.
#મોરબી દુર્ઘટના પહેલાનો કથિત #વિડીયો આવ્યો સામે, #પૂલ પર આવું કરતા જોવા મળ્યા કેટલાક #લોકો.. જુઓ વિડીયો #Gujarat #Morbi #MorbiBridge #MorbiBridgeCollapse #ViralVideos #newscontinuous pic.twitter.com/gFUoWakpi7
— news continuous (@NewsContinuous) October 31, 2022
દરમિયાન સોશિયલ મીડિયા પર ઝૂલતો પુલ તૂટ્યો એ પહેલાંના દૃશ્યોનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે.
આ સમાચાર પણ વાંચો : રોકડની લ્હાય ભારે પડી- માત્ર 17 રૂપિયામાં 100 લોકોની ક્ષમતા ધરાવતા બ્રિજ માટે કંપનીએ 650થી વધુ લોકોને આપી ટિકિટ- વાંચો સનસનીખેજ અહેવાલ
ઉલ્લેખનીય છે કે, રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.