ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જુનાગઢ
10 જુન 2020
એશિયાઈ સાવજોની વસતી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણમાં ગર્જના કરતા સિંહો ની વસ્તી વધી રહી છે. એક અંદાજ મુજબ ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા જેટલો વધારો નોંધાયો છે. હકીકતમાં મહામારીને કારણે ગત મહિને થનારી સિંહોની વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી અને તેના બદલે તારીખ 5 અને 6 જૂને પૂનમની રાતની ચાંદનીમાં 'અવલોકન' પ્રક્રિયામાં, જંગલમાં વિહરતા સાવજોની ગણના કરવાનું નક્કી કરાયું હતું.
ગુજરાતમાં આવેલા આ અભ્યારણ ની આસપાસ 674 સિંહ હોવાનું માલુમ પડયું છે છેલ્લે. 2015માં થયેલી ગણતરી મુજબ 523 હતા જે આટલા વર્ષોમાં 151 સાવજોનો વધારો નોંધાયો છે.
જ્યારે સિંહો અગાઉ 22,000 કિલોમીટર સુધી માં જ વિહરતા હતા જે હવે 30,000 કિલોમીટર સુધી ના જંગલમાં વિસ્તર્યા છે.
વન અને પર્યાવરણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, એશિયાઈ સાવજોને બચાવવા માટે ખાસ કેન્દ્ર સરકારની મદદથી એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. આથી જ યોગ્ય કાળજીને કારણે સાવજોની સંખ્યા આટલી બધી વધી શકી છે. આથી હવે જંગલ સફારી કરવા જનારા લોકો માટે સારા સમાચાર છે, પહેલા કરતા ગીરના જંગલોમાં હવે વધુ સાવજો જોવા મળશે...