ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 ઓક્ટોબર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક મંત્ર આપ્યો હતો કે જ્યાં સુધી કોરોના વાયરસ સામે લડવા માટેની રસી ના શોધાય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સૌથી જરુરી છે. આ બન્ને વસ્તુઓના ઉપયોગ થી કોરોના વાયરસથી બચી શકાય છે. અને લોકોને આનું મહત્વ સમજાવવા જાહેરમાં માસ્ક ન પહેરતા અને જાહેરમાં થૂંકતા નાગરિકો પાસેથી 1000 રુપિયાનો દંડ વસૂલવામાં આવે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ 1 જુલાઈથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક પહેરવું ફરજીયાત કરી બનાવેલા કડક નિયમને 100 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં ના થૂંકવાના નિયમનો ભંગ કરનારા નાગરિકો પાસેથી અધધધ કહી શકાય એતો 60 કરોડનો દંડ માત્ર 100 દિવસમાં વસૂલવામાં આવ્યો છે.
હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી કે નાગરિકો પાસે માસ્કના નિયમનું કડક રીતે પાલન કરવામાં આવે તે જરુરી છે. આમ છતાં ઘણાં નાગરિકો માસ્કને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આવામાં માસ્ક વગર ફરતા લોકો અને બેદરકારી રાખનારા લોકો ઘરે પરત પહોંચ્યા બાદ પરિવારના અન્ય સભ્યો માટે ચિંતાનું અને ચેપનું કારણ બની શકે છે. સાદું સર્જિકલ માસ્ક 10 રુપિયાનું આવે છે છતાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે અને પકડાઈ જાય ત્યારે ખોટા બહાના કાઢીને માસ્ક પહેરવાનું પણ લોકો ટાળી રહ્યા છે, જેમને નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવી રહ્યો છે.